ગુજરાતમાં 516 પોઝિટિવ, 24નાં મોત, દેશમાં ત્રીજા નંબરે
અમદાવાદની સરહદો સીલ, પોલીસ સાથે પેરામિલિટરી, CRPF-BSF તહેનાત, સુરત, વડોદરા, રાજકોટમાં લાગુ થશે
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 48 પોઝિટિવ કેસ નોંધાયા, અમદાવાદમાં બે વ્યક્તિના મોત નિપજ્યા
અમદાવાદ. ગુજરાતમાં કોરોનાનો કેર વધી રહ્યો છે. આથી અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટે લોકલ ટ્રાન્સમિશન રોકવા માટે માસ્કને ફરજિયાત બનાવવાનું નક્કી કર્યું છે. અમદાવાદના મ્યુનિ.કમિશનર વિજય નેહરાએ રવિવારે કહ્યું હતું કે સોમવારે સવારે છ વાગ્યાથી શહેરના જાહેર રસ્તા, સ્થળો, કરિયાણા, દૂધ, શાકભાજી કે મૉલ અથવા પેટ્રોલપંપ પર જનારા અને ત્યાં કામ કરતા સંચાલકો સહિત કામદારોએ માસ્ક ફરજિયાત પહેરવું પડશે. નહીં પહેરનારાને રૂા. પાંચ હજારનો દંડ કરાશે અને દંડ ભરવામાં પણ આનાકાની કરશે અથવા નહીં ભરે તેવા લોકો સામે એફઆઈઆર કરી જેલભેગા કરાશે. વડોદરા, સુરત અને રાજકોટમાં પણ માસ્ક નહીં પરેનારા માટે 5 હજાર સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. આ ગુનામાં ત્રણ વર્ષની કેદ થઈ શકે છે.
છેલ્લા 24 કલાકમાં 48 નવા કેસ
બીજીબાજુ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 48 કેસ નોંધાયા છે. કુલ કેસ 516 થયા છે. જ્યારે અમદાવાદમાં વધુ 2 મૃત્યુ થતાં કુલ મૃત્યુઆંક 24 થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી કુલ 2012 સેમ્પલમાંથી 48 પોઝિટિવ આવ્યા છે. 332 પેન્ડિંગ છે. દરમિયાનમાં ગુજરાતના રાજ્યસભઆના સાંસદ અહમદ પટેલે લોકોને લૉકડાઉનની કડકાઈથી અમલ કરવા અપીલ કરી છે. માસ્કના બદલે રૂમાલ, દુપટ્ટો, સાડી, ગમછો, કપડું જેવી વસ્તુઓ પણ ચાલશે, શરત એટલી છે કે, તે માસ્કની જરૂરિયાત પૂરી કરતી હોવી જોઈએ. વાઈરસ મોંઢા અને નાક મારફત શરીરમાં પ્રવેશતો હોવાથી મોઢું, નાક બાંધવું ફરજિયાત છે.
આ બધુ જ માસ્ક તરીકે ગણાશે
સાદા માસ્ક
એન-95 માસ્ક
ઘરે કપડામાંથી બનાવેલા માસ્ક
હાથરૂમાલ
દુપટ્ટો
0 Comments