Gujarat Public School | Off Old Padra Road, Nr. Kalali, Railway ...

  • 6 મહિના સુધી ફી ભરવાની મર્યાદા વધારી આપશે 
  • લોકડાઉન પૂરૂં થયા પછી શાળાઓ ફીની વસુલાત માટે કોઇ ઉતાવળ નહીં કરે
  • કોલેજો-યુનિર્વસિટીઓની પરીક્ષા બાબતે 15 મે પછી નિર્ણય લેવાશે

ગાંધીનગર. 

લોકડાઉન દરમિયાન રાજ્યમાં વ્યાપાર-ધંધા ખોરવાયા છે, તેવા સમયમાં વાલીઓની તરફેણમાં રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં આવતા શૈક્ષણિક વર્ષમાં CBSE સહિતની સ્કૂલો ફી વધારો કરશે નહીં. તેમજ લોકડાઉનના સમયગાળા દરમિયાન અને પછી એટલે કે માર્ચ, એપ્રિલ અને મે મહિનાની ફી વાલીગણ જૂનથી નવેમ્બર મહિનામાં માસિક હપ્તા લેખે પણ ચૂકવી શકશે. આ ઉપરાંત શાળામાં 1 જૂન સુધી અને કોલેજમાં 15 મે સુધી વેકેશન આપવામાં આવ્યું છે. કોલેજની પરીક્ષા અંગે 15 મે બાદ નિર્ણય લેવામાં આવશે. 

ત્રિમાસિકને બદલે માસિક ફી ભરવાની પણ સંમતિ અપાશે
મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આ નિર્ણયોની વિગતો આપતા જણાવ્યું કે, આવતા શૈક્ષણિક વર્ષમાં કોઇ શાળા ફી વધારો કરશે નહીં. લોકડાઉન પૂરૂં થયા પછી શાળાઓ ફી ની વસુલાત માટે કોઇ ઉતાવળ નહીં કરે કેટલું જ નહીં, વાલીની આર્થિક સ્થિતિ અને અનુકૂળતા સગવડ મુજબ જરૂર જણાયે 6 મહિના સુધી ફી ભરવાની મર્યાદા વધારી આપવામાં આવશે. ત્રિમાસિકને બદલે માસિક ફી ભરવાની પણ સંમત્તિ અપાશે. 
16 મે સુધી એક માસનું વેકેશન જાહેર કરવામાં આવ્યું 

ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાના પેપરોની કેન્દ્રીય મૂલ્યાંકન કામગીરી તા. 16 એપ્રિલ ગુરૂવારથી શરૂ થશે. આ કામગીરીમાં જોડાનારા શિક્ષકોની સુરક્ષા-સલામતિ, સોશિયલ ડીસ્ટન્સીંગ નોમ્સ વગેરેની વ્યવસ્થા રાજ્ય સરકાર કરશે, તેમજ જ્યાં જરૂર જણાય ત્યાં વધારાના ઓરડાઓની વ્યવસ્થા પણ આ હેતુસર કરવામાં આવશે. રાજ્યની કોલેજો અને યુનિર્વસિટીઝમાં તા. 15 એપ્રિલથી 16 મે સુધી એક માસનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે કોલેજો-યુનિર્વસિટીઓની પરીક્ષા બાબતે હવે પછી યુ.જી.સી.ના પરામર્શમાં રહીને નિર્ણય કરવામાં આવશે. આગામી વર્ષના શૈક્ષણિક સત્રના વર્ષ માટે પણ યુ.જી.સી.ના પરામર્શમાં રહી નિર્ણય કરાશે.